અરવલ્લી જિલ્લા SOGની અસરકારક કામગીરી દરમિયાન હત્યા કેસમાં સજા ભોગવી ચૂકેલો અને હાલ ચોરીની ઘટનાઓ અંજામ આપતો રીઢો આરોપી ઝડપી પડ્યો છે. આરોપી પાસેથી ચોરીમાં વપરાતા સાધનો, એક કાર અને ચોરાયેલું બાઇક મળી આવ્યું છે.
કાર ચેકિંગ દરમિયાન મળ્યો તસ્કર
પોલીસના જણાવ્યા પ્રમાણે, 19 તારીખે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી. કારમાંથી ચોરીમાં ઉપયોગી સળિયા અન્ય તોડફોડના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર આરોપી રૂપસિંહ (સરદારજી)ને ઝડપ્યો હતો.













