અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા તા.૧૩/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ જિલ્લા મથક તથા તાલુકા મથકની તમામ કોર્ટોમાં “રાષ્ટ્રીય લોક અદાલત”નું આયોજન કરવામાં આવ્યું છે.


સમાધાન લાયક કેસો રજુ કરી શકાશે

લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ (ચેક રિટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો જેવા કે, ભાડું, સુખાધિકારના કેસ, મનાઈ હુકમના દાવા, કરાર પાલનનાં દાવા, અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે.જે પક્ષકારો પોતાના કેસ આગામી લોક-અદાલતમાં મૂકવા માંગતા હોય, તેઓ પોતાના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરીને કાર્યવાહી કરી શકે છે.

કોર્ટનો સંપર્ક કરીને કાર્યવાહી કરી શકે છે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી, મોડાસા ૦૨૭૭૪-૨૫૦૦૯૭, તાલુકા કાનૂની સેવા સમિતિ, મોડાસા - ૦૨૭૭૪-૨૫૦૦૯૭, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભિલોડા - ૦૨૭૭૪- ૨૩૪૨૦૨, તાલુકા કાનૂની સેવા સમિતિ, બાયડ - ૦૨૭૭૯- ૨૨૦૨૫૩, તાલુકા કાનૂની સેવા સમિતિ, મેઘરજ - ૦૨૭૭૩- ૨૪૪૨૦૧, તાલુકા કાનૂની સેવા સમિતિ, માલપુર ૦૨૭૭૩- ૨૨૩૨૬૧, તાલુકા કાનૂની સેવા સમિતિ, ધનસુરા - ૦૨૭૭૪- ૨૨૪૧૨૫ આગામી યોજાનારી લોક-અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ થાય અને પક્ષકારોને તેનો મહત્તમ લાભ મળે તે હેતુથી નાગરિકોને સમયસર કેસો દાખલ કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.


  • Follow us on: