સાબરકાંઠા જિલ્લાની વિજયનગર પોલીસે રાણી ચેકપોસ્ટ પર ચાલતી તપાસ દરમ્યાન એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 2.83 લાખના વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે આ મામલે ત્રણ શખ્સોને ધરપકડ કરી છે અને કુલ ચાર લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલી ઇનોવા કારમાં ગુપ્ત ખાના બનાવી દારૂ છે. જેથી વોચ દરમિયાન કારને રોકી તપાસ કરતાં, ડીકીના ગુપ્ત ખાનામાંથી કુલ 762 બોટલો વિદેશી દારૂ મળી, જેની કિંમત રૂ. 2,83,344 હતી. મૂદ્દામાલ સાથે 3 મોબાઇલ ફોન (રૂ. 15,000) અને ઇનોવા કાર (રૂ. 3,00,000) પણ જપ્ત કરવામાં આવ્યા, જેનાથી કુલ રૂ. 5,98,344નો મુદ્દામાલ ઝડપાયો.













