ગુજરાતમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી પોલીસે ગાંજો ઝડપ્યો છે. ગાંજો લાવનાર અને મંગાવનારની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 4.90 લાખનો 9 કિલો જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.


રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી ઝડપાયો ગાંજો

દિલ્હીમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતને અન્ય રાજ્યોની જોડતી બોર્ડર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ ચેકિંગ દરમિયાન વાહનો અને મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે અરવલ્લી પોલીસે રાજસ્થાનથી આવતી એક ટ્રકના એન્જિન કવરમાં છુપાયેલો 9 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજો રાણા સૈયદ વિસ્તારના એક વ્યક્તિએ મંગાવ્યો હતો.

ગાંજો લાવનાર અને મંગાવનાર મોડાસાના ઈસમની ધરપકડ

પોલીસે ગાંજો લાવનાર અને મંગાવનાર મોડાસાના ઈસમની ધરપકડ કરી છે. યુવાધનને નશાના રવાડે ચડાવવાના નેટવર્કનો પોલીસની તપાસમાં ખુલાસો થઈ શકે છે. પોલીસે ગાંજો આપનાર ઈસમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે ટ્રક તેમજ ગાંજા સહિત 57.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ દિવસ પહેલા જ માલપુરથી પણ પોલીસે ગાંજો ઝડપ્યો હતો.

આ પણ વાંચોઃ Pardi નજીક દારૂની હેરાફેરી, બે બુટલેગર પકડાયા, 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Follow us on: