ગુજરાતમાં આગામી 31મી જાન્યુઆરીએ વિદેશી દારૂની હેરાફેરી અને ડ્રગ્સ સહિતની પાર્ટીઓને અટકાવવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં પોલીસે કડક ચેકિંગ શરૂ કરી દીધું છે. અરવલ્લી જિલ્લામા પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે. રાજ્યની બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. 


બ્રેથ એનલાઈઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે તપાસ

અરવલ્લી પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શામળાજીની રતનપુર બોર્ડર પર વાહન ચેકિંગ હાથ ધરાયું છે.પોલીસ દ્વારા 48 નાકા પોઈન્ટ ઉભા કરીને રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી છે. ચાર ડીવાયએસપી, 19 પીએસઆઈ સહિત 761 પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. બ્રેથ એનલાઈઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

બુટલેગરોના મનસૂબા તોડી પાડવા પોલીસનું કડક ચેકિંગ

અરવલ્લીના નાયબ પોલીસ અધીક્ષક જે.ડી. વાઘેલાએ કહ્યું હતું કે, પોલીસ દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા પ્રયાસ શરૂ કરાયો છે. આગામી 31મી ડિસેમ્બર પહેલા નશાની પાર્ટીઓ અને દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ સક્રિય થઈ ગઈ છે. સીસીટીવી અને ડ્રોનની મદદથી સર્વેલન્સની કડક કામગીરી કરવામાં આવી રહી છે. બુટલેગરોના મનસૂબા તોડી પાડવા પોલીસનું કડક ચેકિંગ હાથ ધરાયું છે.


આ પણ વાંચોઃ Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો


  • Follow us on: