અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા બજાર વિસ્તારમાં આજે અચાનક દુકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ઘટનાના સમયે રસ્તેથી પસાર થતી એક યુવતીને માથાના ભાગે ઇજા પહોંચતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.


દુકાનના બીજા માળની છતની દીવાલ અચાનક તૂટી પડી

પ્રાપ્ત માહિતી મુજબ, બજાર વિસ્તારમાં આવેલી બે માળની દુકાનના બીજા માળની છતની દીવાલ અચાનક તૂટી પડી હતી. તે સમયે નીચે રસ્તા પરથી પસાર થઈ રહેલી યુવતીને માથાના ભાગે ઈજા થતાં આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા.

 ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી

સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત નકલી પોલીસના કેસમાં દસમા ક્રમે, વીતેલા વર્ષે 37 થી વધુ નકલી પોલીસ ઝડપાયા

  • Follow us on: