અરવલ્લી જિલ્લાના એલસીબી દ્વારા બાઈક ચોરી કરતી એક સક્રિય ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ ગેંગ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતી હતી. ગુપ્ત માહિતી મળી મળતાં એલસીબીએ કાર્યકારી કાર્યવાહી કરી રાજસ્થાનના ચાર યુવકોને ઝડપી પાડ્યા છે.
તક મળતાં જ બાઈક ચોરી કરીને ફરાર થઈ જતા
પ્રાપ્ત માહિતી મુજબ, પકડાયેલા આરોપીઓ જી.આઇ.ડીઆઈસી વિસ્તારમાં અને હોટલોમાં નોકરી કરતા હતા. તેઓ નોકરીના બહાને શહેરોમાં આવ-જાવ કરતા અને તક મળતાં જ બાઈક ચોરી કરીને ફરાર થઈ જતા. મોડાસા તાલુકાના ગાજણ વિસ્તાર નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા આ આરોપીઓને એલસીબી પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી.












