અરવલ્લી જિલ્લાના બાયડ ટાઉનહોલ ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન'ના પૂર્વ તૈયારી રૂપે આયોજિત કપડાં વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીએ ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.
111 યુગલો માટે પાનેતર અને શેરવાનીનું વિતરણ
આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 111 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવાના છે. કાર્યક્રમ દરમિયાન આ 111 દીકરીઓને સુંદર પાનેતર અને દીકરાઓને ભવ્ય શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને લગ્ન પ્રસંગના ખર્ચમાં રાહત આપી સામાજિક સમરસતા વધારવાનો છે.













