અરવલ્લી જિલ્લાના માલપુર વન વિભાગે વન્યજીવ સંરક્ષણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે. વન વિભાગે તાંત્રિક વિધિ માટે લાવવામાં આવેલા એક વન્ય પક્ષી ઘુવડને બચાવી લીધું છે. વન વિભાગના ફોરેસ્ટરને મળેલી બાતમીના આધારે, માલપુર તાલુકાના સાતરડા ગામે એક ઇકો કારમાં આ ઘુવડને રાખવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે તુરંત કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો અને ઘુવડને સલામત રીતે બચાવી લીધું હતું.


તાંત્રિક વિધિ માટે લવાયું હતું ઘુવડ

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની માલપુર વન વિભાગે ધરપકડ કરી હતી. આરએફઓ દ્વારા ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ ગુનાની વધુ તપાસ માટે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: