દેશના ચાર રાજ્યોમાં સ્થિત અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયાં છે. અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચૂકાદાનો વિરોધ કરવામાં આવ્યો છે. સરકારે અરવલ્લી પર્વતમાળા અને ઇકોલોજી પર કોઈ ખતરો નહીં હોવાની સ્પષ્ટતા કરી છે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના 100 મીટરના ચુકાદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.નાગરિકોને અરવલ્લી પર્વતમાળા વિશે ગેરમાર્ગે દોરતી માહિતી ન ફેલાવવા તેમણે વિનંતી કરી હતી.
અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચૂકાદાનો વિરોધ
સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચૂકાદાનો વિરોધ કર્યો હતો. આ અંગે ફેર વિચારણા કરવામાં આવી તેવી લોકોએ રજૂઆત કરી હતી. લોકોનું કહેવું છે કે, અરવલ્લીની ગીરીમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે. જો આ નિર્ણય પરત નહીં લેવાય તો લોકો રસ્તા પર ઉતરશે. આ પહાડો આધ્યાત્મિક અને સામાજિક ધરોહર છે. સ્થાનિકોનું કહેવું છે કે, પહાડો દૂર થશે તો અમારૂ અસ્તિત્વ જોખમાશે. આવનારી પેઢી કુદરતી સૌંદર્ય માત્ર પોસ્ટરમાં જોશે.













