બનાસકાંઠા જિલ્લાના ડીસાના શિહોરીમાં ભુવાજી પર થયેલા હુમલાના મામલામાં પોલીસે ગુનો નોંધીને હુમલો કરનારા છ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આજે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી.


લવ મેરેજની અદાવતને કારણે હુમલો થયો હતો

શિહોરીના દેવાભાઈ અમરતભાઈ રબારી પર લવ મેરેજની અદાવતને કારણે હુમલો થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આરોપીઓના વાહનો જપ્ત કરાયા

પોલીસે આરોપીઓને ઝડપી લઇને તેમની 2 કાર પણ કબજે કરી હતી. પોલીસે તમામ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને માહિતી મેળવી હતી. .


આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી


  • Follow us on: