બનાસકાંઠાના દિયોદરમાં દારૂબંધીને લઈ ગ્રામજનોનો મોટો નિર્ણય સામે આવ્યો છે, બોડા ગામમાં દારૂ પીનાર અને વેચનારને દંડ થશે તેવી વાત સામે આવી છે, બોડા ગામમાં દારૂ પીનારને 5100 દંડ થશે અને વેચનારને 51000 હજારનો દંડ થશે અને ગ્રામજનોએ બેઠક યોજી લીધો નિર્ણય.


ગ્રામજનો પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા

બનાસકાંઠાના દિયોદરના બોડા ગામે ગ્રામજનોએ દારૂબંધીને લઈ નિર્ણય લીધો છે જેમાં દારૂ પીનાર અને વેચનાર સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે, ઠાકોર સમાજના યુવાનોએ બેઠક યોજી લીધો નિર્ણય અને દારૂ વેચનાર અને પીનાર સામે લેવાયો કડક નિર્ણય, તો આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા દિયોદરના પીઆઈને રજૂઆત પણ કરી હતી, તો દિયોદરના બોડા ગામે દારૂ વેચાય છે તે નક્કી છે, નહીતર ગ્રામજનો શું કામ આવો નિર્ણય લે તે સમજાતું નથી.

દિયોદરમાં દારૂબંધીને લઈ ગ્રામજનોનો મોટો નિર્ણય

બોડા ગામમાં દારૂ પીનારને રૂ.5100 અને વેચનારને 51000 હજારનો દંડ થશે તેવી વાત સામે આવી છે, ગ્રામજનો ગામમાં સંપૂર્ણ દારૂ ના મળે અને કોઈ પીવે પણ નહી તેવું ઈચ્છી રહ્યાં છે અને આ નિર્ણય સારો નિર્ણય છે, દારૂને લઈ યુવાનો બરબાદી તરફ ધકેલાતા સમસ્ત ગ્રામજનોએ લીધો નિર્ણય, સૂત્રો તરફથી એવી પણ વાત મળી રહી છે કે, ગામમાં દારૂ વેચાય છે અને દિયોદર પોલીસને જાણ છે તેમ છત્તા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


આ પણ વાંચો : Ahmedabad News : AMCની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં 691 વૈજ્ઞાનિક 'વેન્ટિલેશન કોલમ' ઊભા કરાશે


  • Follow us on: