શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં ૬૯૧ વૈજ્ઞાનિક 'વેન્ટિલેશન કોલમ' ઊભા કરાશે. આ કોલમ દ્વારા મીથેન અને કાર્બન મોનોક્સાઈડ જેવા વાયુઓને સુરક્ષિત રીતે આકાશમાં મુક્ત કરવામાં આવશે, જેથી પાઈપલાઈન પરનું દબાણ ઘટશે અને માર્ગો સુરક્ષિત રહેશે. તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે.


અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું

અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું હોવાથી તેમાં ઝેરી ગેસ જમા થવાની સમસ્યા વકરી હતી. આ ગેસના દબાણ અને રાસાયણિક પ્રતિક્રિયાને કારણે સીવેજ લાઈનો ક્ષતિગ્રસ્ત થતી હતી, જેના પરિણામે રસ્તાઓ પર મોટા ભૂવા પડવાની ઘટનાઓ વારંવાર બનતી. આ જોખમ ટાળવા માટે કોર્પોરેશન હવે રસ્તાની સપાટીથી ખાસ્સી ઊંચાઈએ ગેસ રિલીઝ થાય તેવા વિશેષ વેન્ટિલેશન કોલમ તૈયાર કરી રહ્યું છે.

446 જેટલા કોલમ કાર્યરત થઈ ચૂક્યા છે

આ પ્રોજેક્ટ હેઠળ શહેરના તમામ ઝોનમાં કામગીરી પ્રગતિમાં છે, જે પૈકી ૪૪૬ જેટલા કોલમ કાર્યરત થઈ ચૂક્યા છે. આ કોલમ પાઈપની અંદર ઉદ્ભવતા વાયુઓને ઊંચાઈ પર છોડીને લાઈનનું આયુષ્ય વધારે છે અને ગેસના કારણે પાઈપ ડૅમેજ થવાની પ્રક્રિયાને અટકાવે છે. આ પદ્ધતિથી ડ્રેનેજ સિસ્ટમની જાળવણી વધુ સરળ અને જોખમમુક્ત બની છે. ટેકનોલોજીના આ વિશિષ્ટ પ્રયોગથી શહેરના આંતરમાળખાને નવી મજબૂતી મળી છે. સીવેજ નેટવર્કની ક્ષમતા સુધરતા રસ્તાઓ પરના ભૂવાનું જોખમ ઘટ્યું છે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ અભિગમ આધુનિક એન્જિનિયરિંગ અને શહેરી સુવિધા વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


આ પણ વાંચો : Surendranagar News : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે 'અસ્મિતા લીગ'નું આયોજન


  • Follow us on: