અંબાજી શક્તિપીઠ ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે, દેશ અને વિદેશમાં વસતા માં અંબાના ભક્તો ઘરે બેઠામાં અંબાનો મોહનથાળ પ્રસાદ, ચીક્કી પ્રસાદ, કુમકુમ, રક્ષાપોટલી અને માતાજીનો ફોટો યુક્ત કીટ અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે ઓનલાઈન મંગાવી શકશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ સાથે MOU કરવામાં આવેલ છે
વેબ સાઈટ ઉપર ઓર્ડેર કરેલ કીટ પોસ્ટ મારફતે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકાશે. ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીની સેવાઓમાં અગ્રેસર અંબાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા નવીન પહેલ કરવામાં આવેલ છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર શ્રી કૌશિક મોદીના વરદ હસ્તે આજરોજ " અંબાજી પ્રાસાદમ " કીટ વેચાણ અર્થે લોન્ચ કરવામાં આવેલ છે. તા.૧-૧-૨૦૨૬ થી અંબાજી મંદિરની વેબસાઈટ મારફતે માઈભક્તો ઓનલાઈન પ્રસાદ કીટ મંગાવી શકશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.













