ભરૂચની આમોદ નગરપાલિકાની ઊંચી પાણીની ટાંકી કેસમાં પાલિકાના માજી પ્રમુખ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.કલમ 70 હેઠળ જવાબદારી નક્કી કરી 37.99 લાખ રૂપિયાની વસૂલાતનો હુકમ કરવામાં આવ્યો છે. આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આદેશ આપવામાં આવ્યો છે કે, હુકમની તારીખથી તત્કાલીન પ્રમુખ પાસેથી ઉપરોક્ત રકમ તાત્કાલિક વસૂલ કરવામાં આવે.
નાણાકીય જવાબદારી નક્કી કરવામાં આવી
ભરૂચ ખાતે UIDSSMT યોજના હેઠળ નિર્માણ કરાયેલી ઊંચી પાણીની ટાંકી અને સંબંધિત પાણી પુરવઠા કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં પ્રાદેશિક કમિશ્નરદ્વારા કલમ 70 હેઠળ મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે કે તત્કાલીન પ્રમુખ સમીમબેન મકસુદભાઈ પટેલ દ્વારા ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સાબિત થતાં તેમની ઉપર 37.99 લાખની નાણાકીય જવાબદારી નક્કી કરવામાં આવી છે.













