ભરુચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક નીચે કચડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ટ્રકના પાછળના ટાયર નીચે યુવક કચડાયો
પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડીથી નેત્રંગ રોડ ઉપર જઈ રહેલી હાઇવા ટ્રકના પાછળના ટાયર નીચે સારસા ગામના રમેશ વસાવા આવી જતા તેઓ કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું.













