ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર શહેર નજીક આવેલી નેસવડ ચોકડી પાસે પાર્ક કરેલી એક ફોરવ્હીલ કારમાં અચાનક વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. માલિકીની આ ફોરવ્હીલ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે આખી કારને પોતાના લપેટમાં લઈ લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.


કારમાં આગ લાગવાનું કારણ અકબંધ

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે ફોરવ્હીલ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારને મોટું નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: