ભાવનગર શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં જે મકાન માલિકી ધરાવતા ન હોય અને તે મકાનો માં ભાડુઆત તરીકે રહેતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ આવાસ યોજના ઓનાં 320 મકાનો માં જેમાં 115 મકાનો માં ભાડુઆત, 112 બંધ મકાન તેમજ 93 મૂળ લાભાર્થી આ પ્રધાનમંત્રી આવસના મકાનોમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે સરેરાશ 55 % જેટલા ભાડુઆત રહેતા હોય અને મકાન માલિક બહાર રહેતા હોય તેવું પણ અધિકારી દ્વારા જણાવેલ હતું. આવા લોકો ને તાત્કાલિક સ્થળ પર નોટિસ આપી અને દિવસ 3 માં મકાન ખાલી કરવા હુકમ કરવામાં આવેલ જો મકાન ખાલી નહિ કરે તો મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
મકાનોમાં મહાનગરપાલિકા ની ટીમ દ્વારા ચેકિંગ
ભાવનગર શહેર નાં સુભાષનગર વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીનાં પ્રધાનમંત્રી આવાસ યોજના, 2548 EWS-1 (320 આવાસ), ટીપી સ્કીમ નંબર-૮, રૂઆ ફા પ્લોટ-૮ માં આવેલ મકાનોમાં મહાનગરપાલિકા ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી જે આવાસ યોજના માં મકાન ની માલિકી ન ધરાવતા હોય અને અન્ય ની માલિકીનાં મકાનમાં ભાડુઆત તરીકે રહેતા લોકો ને ઝડપી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંગે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના નાં મકાન માં ભાડુઆત હોય અને માલિક ભાડું ખાતા હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્રણ દિવસમાં ખાલી કરવા હુકમ કરવામાં આવેલ છે તેમ છતાં જો ત્રણ દિવસમાં મકાન માલિક ભાડુઆતને ખાલી નહીં કરાવે તો આવા ચેકિંગ દરમિયાન ઝડપાયેલા આવાસ યોજનાનાં મકાનોને સીલ પણ મારવામાં આવશે. તેમ મહાનગરપાલિકાનાં અધિકારી દ્વારા જણાવ્યું હતું













