જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ હોસ્પિટલમાં મૃત દર્દીના પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, આ બાળકનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે.
ઘટનાની મળતી મહિતી અનુસાર, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકને સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું આ કાલસારીના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે કારણે પરિવારમાં શોક ફેલાયો હતો. આ દરમિયાન પરિવારજનો દ્વારા હોસ્પિટલ સ્ટાપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
શું કહે છે પીડિત પરિવારના સગા?
પીડિતાના સગા ભાનુબેન સાગઠીયાએ જણાવ્યું હતું કે, અમારા સગાની મહિલાની ડિલિવરી કરવા માટે લાવવામાં આવ્યા હતા. તેમનું સીસેક્શન કરાવવું પડે તેમ હતું છતા ડૉક્ટર દ્વારા તે કરવામાં આવ્યું ન હતું. અમને વિસાવદરથી અહિંયા રિફર કરવામાં આવ્યા હતા. ઘણી દીકરીઓને બાથરૂમ કરતા સમયે હોસ્પિટલમાં ડિલિવરી થઈ જાય છે. આ લોકો ધ્યાન આપતા નથી. હોસ્પિટલ સ્ટાફને ફરિયાદ કરીએ તો તેઓ ખાનગી હોસ્પિટલમાં જતા રહેવા જણાવે છે. ડૉક્ટર દ્વારા સમયસર સિઝેરિય ન કરવાના કારણે અમારા બાળકનું મૃત્યુ થયું છે.
શું કહે છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ?
આ સામે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ પ્રિયંકા જોગિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કેસ મંજુલાબેન રાઠોડને ત્રીજી ડિલિવરી માટે વિસાવદરથી રિફર કરવામાં આવ્યા હતા. આ બાળક પેટમાં મળ કરી ગયેલ હોવાથી અમે સિઝર કરીને બાળકને જીવિત બાહાર કાઢ્યું હતું. બાળકના શરૂઆતથી જ ધબકારા ઓછા હતા. અમે આ બાળકને બાળક વિભાગમાં રિફર કરી દેવામાં આવ્યું હતું.
હાલ 1200 દર્દીઓ ઈનડોર છે
વધુમાં પ્રિયંકા જોગિયાએ જણાવ્યું હતું કે, અન્ય જેતપુરના દર્દીના કિસ્સામાં બળકનું મોત પેટમાં જ થયેલ હતું. આવા કેસમાં અમે સામાન્ય રીતે 24થી 36 કલાક સુધી રાહ જોઈએ તો માતાને કોમ્પ્લિકેશન આવતા નથી. આવામાં અમે દર્દીને રાહ જોવા માટે સમજાવેલ પરંતું તેઓ રાહ જોવા તૈયાર ન હતા. જેથી તેઓ ખાનગી દવાખાનામાં જતા રહ્યા હતા. ડૉક્ટર કે સ્ટાફની બેદરકારીની વાત ખોટી છે. આ હોસ્પિટલમાં મહિનાની 500થી વધારે ડિલિવરી થાય છે. જેમાંથી 300થી વધુ સિઝિરિયન હોય છે. હાલ 1200 દર્દીઓ ઈનડોર છે. જ્યારે તેમને એક દિવસમાં ત્રણથી ચાર બાળકોના મોતના આક્ષેપ અંગે જાણ કરવામાં આવતા તેમણે આ બાબતની જાણ ન હોવાનું કહ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો