રાજ્યની મહાનગરપાલિકાઓના મેયરના ઉમેદવારો માટે અનામતનું રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ ભાવનગર મહાનગરપાલિકામાં આ વખતે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભાવનગર મનપામાં ચૂંટણી બાદ મેયરની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મહિલા મેયરની વરણી થશે. મેયર પદ માટેની આ અનામત જોગવાઈને કારણે પક્ષે મહિલા ઉમેદવારને મેયર બનાવવી પડશે.
2.5 વર્ષ બાદ પુરુષ જનરલ ઉમેદવાર મેયર બનશે
પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ આગામી અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ પુરુષ જનરલ ઉમેદવાર માટે રહેશે. એટલે કે કુલ પાંચ વર્ષની ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર રહેશે અને ત્યાર પછીના અઢી વર્ષ માટે પુરુષ જનરલ ઉમેદવાર મેયર બનશે. મહાનગરપાલિકાના વહીવટમાં મહિલાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી આ રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે.













