ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી એક અત્યંત શરમજનક અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના પાલીતાણામાં એક સગીરાનું અપહરણ કરીને ચાર લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પાલીતાણા પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે એક આરોપી હજુ પણ ફરાર છે.
પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
પાલીતાણામાં સગીરાના અપહરણ બાદ તેની સાથે અલગ અલગ સમયે ચાર શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે. પાલીતાણા પોલીસ દ્વારા આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતા મદદ કરનારી એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.













