ભાવનગરમાં બે મહિલા કોન્સ્ટેબલે એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ ઉપરાંત તેમના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી બંને મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં એક મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાઈ હતી. હવે પોલીસે તેને મુંબઈથી ઝડપી પાડી છે.
આ મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાઈ ગઈ
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ એટ્રોસિટીના એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. પોલીસને તેની જાણ થતાં જ ઘરમાં તપાસ કરાઈ હતી. જ્યાંથી આરોપી અને એક દારૂની બોટલ મળી આવી હતી. ત્યાર બાદ આ મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ ગઈ હતી. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસની તપાસમાં આ મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાઈ ગઈ છે. તેને ભાવનગર લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને જેલ ભેગી કરાઈ હતી.













