ખેડા જિલ્લાના નડિયાદમાં ડીડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ મૂળ વલસાડના અને માત્ર 20 વર્ષના દર્શન લાડ તરીકે થઈ છે, જે DDUમાં ICના 5મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. આત્મહત્યા કરતા પહેલા દર્શને 6 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો, જે હાલમાં વાયરલ થયો છે.


આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો વાયરલ

દર્શન લાડ હોસ્ટેલના રૂમમાં પોતાનો મોબાઈલ મૂકીને રાત્રે 9 વાગ્યાની આસપાસ એકલો નીકળી ગયો હતો અને કેનાલ નજીક સૌંદર્ય વિલા પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. નડિયાદમાં છેલ્લા 4 દિવસમાં આ બીજા યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે. યુવકના આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: