ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં માર્ગ વ્યવસ્થા સુધારવા અને ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે વ્યાપક દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં લારીઓ, કેબિન તેમજ અન્ય દબાણો દૂર કરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.


કયા વિસ્તારોમાં કાર્યવાહી?

મનપાની ટીમોએ શહેરના અનેક ટ્રાફિક-પ્રભાવિત વિસ્તારોમાં દબાણ હટાવ્યું, જેમાં કાળુભા રોડ, વાઘાવાડી રોડ, હિમાલયા મોલ વિસ્તાર, વેલેન્ટાઈન સર્કલ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાંથી દબાણો હટાવાયા હતા

દબાણકર્તાઓનો માલસામાન જપ્ત

 પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદે ઉભેલી લારીઓ, કેબિન, રસ્તા પર ફેલાયેલો માલસામાન અને અન્ય અતિક્રમણ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મનપા મુજબ, આ કાર્યવાહી ટ્રાફિક સુગમતા, માર્ગ સુરક્ષા અને રાહદારીઓ માટે જગ્યા ઉપલબ્ધ કરવાની દૃષ્ટિએ જરૂરી હતી.

સતત કાર્યવાહીનો સંકેત

મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે દબાણ વિરુદ્ધ સતત ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર દબાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો---  Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ

  • Follow us on: