Bhavnagar News: પાનવાડીમાં યુવક ચાલુ વીજપોલ પર ચડતા મચી અફરાતફરી


ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આજે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યો યુવાન અચાનક વીજળીના ચાલુ થાંભલા પર ચડી ગયો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના રહીશો અને પસાર થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને સૌના જીવ અધ્ધર થઈ ગયા હતા. યુવાનને ઊંચા વીજપોલ પર ચડેલો જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. લોકોના ભારે વિરોધ અને સમજાવટને અંતે યુવાન સદનસીબે હેમખેમ નીચે ઉતરી આવ્યો હતો.

શા માટે વીજપોલ પર ચડીને હંગામો કર્યો તે તપાસ શરૂ

જો યુવાને ચાલુ વીજ લાઈનને સ્પર્શ કર્યો હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જાહેરમાં હંગામો મચાવનાર અને પોતાનો જીવ જોખમમાં મૂકનાર આ યુવાનની પોલીસે અટકાયત કરી છે. યુવાને કયા કારણોસર અથવા કોના દબાણમાં આવીને આ આત્મઘાતી પગલું ભર્યું હતું તે જાણવા માટે પોલીસે પૂછપરછ તેમજ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો માનસિક તણાવનો હોય તેમ જણાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: