ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મહુવા કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. બગદાણા હુમલા કેસમાં 14 આરોપીઓ હાલમા જેલમાં છે. જેમાંથી આઠ આરોપીઓને જામીન મળતાં તેઓ જેલમુક્ત થયાં છે.
8 આરોપીના જામીન મહુવા કોર્ટ મંજૂર કર્યા
ભાવનગરના બગદાણામા નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં આઠ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં પોલીસે 14 આરોપીઓેને જેલમાં ધકેલી દીધા છે. આઠ આરોપીઓએ તેમના વકીલ દ્વારા મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જો કે એક શખ્સે કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચાઈ હોવાનું જાણવા મળ્યું છે. આઠ આરોપીઓની અરજી મંજૂર થતાં તેમને જિલ્લા જેલ ખાતેથી મુક્ત કરાયા હતાં.













