પાલિતાણા તાલુકાના હણોલ ગામે આગામી તા. 13 થી 15 જાન્યુઆરી દરમિયાન 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ ત્રણ દિવસીય ઉત્સવમાં દેશ અને રાજ્યની અનેક નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ ખેલાડીઓની હાજરી
મહોત્સવના પ્રથમ દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ડૉ. મનસુખ માંડવિયા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડન્ટ પી.ટી. ઉષા તેમજ રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુ અને અભિનેતા અરુણ ગોવિલ પણ મહોત્સવની શોભા વધારશે.













