ભાવનગર શહેરના ચકચારી ટ્રિપલ હત્યા કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકા આજે કોર્ટમાં હાજર થઈ હતી. એડિશનલ સિવિલ જજની કોર્ટમાં BNSS કલમ 183 હેઠળ બંદ બારણે તેમનું નિવેદન લેવાયું હતું.
આ હત્યાઓ પ્રેમ પ્રકરણને લઈ કરવામાં આવી
જાણકારી મુજબ, 16 નવેમ્બરે ભરતનગર કાચના મંદિર નજીક ફોરેસ્ટ ક્વાર્ટરમાં જમીનમાં દફન હાલતમાં શૈલેષ ખાંભલા ની પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પ્રુથા ની લાશો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યાઓ પ્રેમ પ્રકરણને લઈ કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.













