ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા મહત્વના ધોળા જંકશન પર આજે આગની એક મોટી ઘટના બની છે. રેલવે વિભાગના એક બંગલા (ક્વાર્ટર)માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી ઉંચી ઉઠી હતી કે, આખું મકાન તેની લપેટમાં આવી ગયું હતું. આગને પગલે આસપાસના રહીશોમાં અને રેલવે પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘરવખરી રાખ થઈ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ
આ ભીષણ આગમાં મકાનમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, રેલવે વિભાગના મકાનો હોવા છતાં અહીં આગ ઓલવવા માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ ન હતા. સુરક્ષાના સાધનોના અભાવે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચર્ચાઓ પણ જાગી છે.













