એસીબીએ ભાવનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સરકારી શાળાઓના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) આપવાના બદલામાં લાખોની માંગણી કરનાર આ અધિકારી અને તેના વચેટિયા વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ભાવનગર મહાનગરપાલિકાના તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારી શાળાઓના સર્ટિફિકેટ માટે માંગી હતી લાંચ
બનાવની વિગત મુજબ, ભાવનગરની સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીની કામગીરી પૂર્ણ થયા બાદ તેની ફાયર એન.ઓ.સી. (NOC) મેળવવાની હતી આ કામગીરી માટે ડેપ્યુટી ફાયર ઓફિસરે 5 લાખની મસમોટી લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝક બાદ 2 લાખ લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.













