ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ દીનદયાળ નગર વિસ્તારમાં વિધર્મી યુવાન અને તેના પરિવારજનોએ સાથે મળીને સ્થાનિક કોળી પરિવાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થળ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


પરિવારના 3 સભ્યો પર છરીના ઘા ઝીંકાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, દીનદયાળ નગરમાં રહેતા મુસ્લિમ યુવાન અને તેના પરિવારે અચાનક ઉશ્કેરાઈ જઈ કોળી પરિવારની એક મહિલા અને બે યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકતા ત્રણેય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આ હિંસક ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટપોલીસ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો---     Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

  • Follow us on: