ધ્યાન આપવા જેવી બાબત છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલી રહેલા કામને કારણે ધોળા–ભાવનગર–ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન 25 જાન્યુઆરી, 2026 સુધી રદ રાખવામાં આવી છે. આ કામ પૂર્ણ થયા બાદ આ ટ્રેનને 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી
1. ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 ફરવરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં માનવ મહેરામણ ઉમટયું, ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરિયાના ગેટ કરાયા બંધ