1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન કચ્છ જિલ્લામાં મિલકત નોંધણીના આંકડાઓએ રાજ્યભરમાં ધ્યાન ખેંચ્યું છે.સમગ્ર જિલ્લામાં વર્ષ 2025માં કુલ 86,651 મિલકત દસ્તાવેજોની નોંધણી થતાં સરકારને રૂ.532.02 કરોડની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફી રૂપે નોંધપાત્ર આવક મળી છે.આ સકારાત્મક આંકડા કચ્છમાં તેજ ગતિએ વધી રહેલા રોકાણ અને વિકાસનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.જિલ્લા મથકની ભુજની કચેરીમાં સૌથી વધુ 21,748 દસ્તાવેજોની નોંધણી થતાં 118.07 કરોડની આવક સાથે અગ્રેસર રહી હતી.મુન્દ્રા અને અંજારની સબ રજિસ્ટ્રાર કચેરીએ આવકની દૃષ્ટિએ ગાંધીધામને પાછળ રાખી દીધું હતું.
ભુજ સબ રજિસ્ટ્રારમાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી
ભુજ સબ રજિસ્ટ્રારમાં સૌથી વધુ 21748 દસ્તાવેજોની નોંધણી થઈ છે.જેમાંથી સરકારને 118.07 કરોડની આવક થઈ છે.અંજારમાં 16740 દસ્તાવેજ સાથે 96.274 કરોડ, જ્યારે મુન્દ્રામાં 11249 દસ્તાવેજોથી 98601 કરોડની આવક નોંધાઈ હતી.આ ઉપરાંત ગાંધીધામમાં 12379 દસ્તાવેજ નોંધાતાં કચેરીમાં 86.464 કરોડની આવક થવા પામી હતી.આ સિવાય ભચાઉમાં 6097 દસ્તાવેજથી 44.92 કરોડ, માંડવીમાં 6418 દસ્તાવેજથી 24.806 કરોડ, રાપરમાં 5796 દસ્તાવેજથી 21.05 કરોડ, નલિયામાં 2797 દસ્તાવેજથી 14788 કરોડ, નખત્રાણામાં 2639 દસ્તાવેજથી 86.15 કરોડ અને લખપતમાં 778 દસ્તાવેજથી 18.458 કરોડની આવક નોંધાઈ હતી. જિલ્લાના સબ-રજિસ્ટ્રાર કચેરીઓના આંકડાઓ મુજબ ભુજ, અંજાર, મુન્દ્રા અને ગાંધીધામ વિસ્તારમાં સૌથી વધુ મિલકત વ્યવહારો નોંધાયા છે.













