કચ્છ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ભર શિયાળે અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. ભચાઉ અને રાપર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ચોબારી, મનફરા, વણોઈ કડોલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે.


 જીરું, રાયડો, ઈસબગુલ સહિતના પાકોને ભારે નુકસાન

વાગડ પંથકના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં ખેતરોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. અચાનક વરસેલા વરસાદના કારણે જીરું, રાયડો, ઈસબગુલ સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ચોમાસાની જેમ પાણી વહેવા લાગ્યા

કેટલાક વિસ્તારોમાં તો વરસાદ એટલો થયો કે ચોમાસાની જેમ પાણી વહેવા લાગ્યા. પાક કાપણીના સમયમાં જ વરસાદ પડતા ખેડૂતોની હાલત દયનિય બની છે અને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ

ખેડૂતો દ્વારા સરકારને સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે. કમોસમી વરસાદે ફરી એકવાર કૃષિ ક્ષેત્રને મોટો ફટકો આપ્યો છે.


આ પણ વાંચો----     Vadodara: મકરપુરા પોલીસની સરાહનીય કામગીરી, જીવને જોખમમાં મૂકી દારૂ ભરેલી ગાડી ઝડપી

  • Follow us on: