વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ જિલ્લાકક્ષાનો વાઈબ્રન્ટ કાર્યક્રમ એ ઔદ્યૌગિક એકમો, કર્મશિયલ યુનિટ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મંચ પુરો પાડીને કચ્છ જિલ્લાના ઉદ્યોગ વિકાસને નવો વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
એમઓયુ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવી
ગાંધીધામ ખાતેના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર ઈવેન્ટનું આયોજન, મહાનુભાવોની મુલાકાત, મીનીટ ટુ મીનીટ પ્રોગ્રામ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહભાગીતા, નોલેજ સેગમેન્ટ સેમિનાર, ઔદ્યૌગિક એકમો અને કર્મશિયલ એકમો દ્વારા એક્ઝિબિશન તેમજ એમઓયુ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.













