કચ્છમાં 25 ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી સુધી હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમો હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા
કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.પી.ચૌહાણએ સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.













