બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે.


જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે

બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ , અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર - સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ રોડ તરફથી આવતાં વાહનોએ ટાવર રોડ, રેલ્વે સ્ટેશન રોડ તથા સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર - કરમશી ભવાન કિરાણા સ્ટોર(તરાના પાન)થી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફક્ત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે.

જાહેરનામાનો ભંગ કરશો તો નોંધાશે ફરિયાદ

બોટાદ શહેરમાં પીક અવર્સ દરમ્યાન એટલે કે સવારના ૧૦:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક તથા સાંજના ૧૬:૦૦ કલાકથી ૨૦:૦૦ કલાક દરમિયાન શહેરમાં તમામ ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાં જવા માટે એકમાર્ગીય પ્રવેશ રૂટ કરવો તથા ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાંથી પાળીયાદ રોડ તરફ બહાર નિકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી-બોઇઝ હાઇસ્કુલ, હવેલી ચોક અથવા પટેલ ઇલેક્ટ્રોવિઝન-વાત્સલ્ય વુમન કેર- મોચી સમાજની વાડી-વડોદરીયા હોસ્પિટલ, પાળીયાદ રોડ તરફ એકમાર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો છે. આ જાહેરનામું તા.૨૦/૦૧/૨૦૨૬ થી તા.૧૯/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરનાં કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.


આ પણ વાંચો : Ahmedabadમાં AAPના સંમેલન પહેલાં મોટો વિવાદ, કાર્યક્રમ સ્થળે "રાજકીય પ્રોગ્રામ નથી" તેવા પોસ્ટર લાગ્યા, જુઓ Video



  • Follow us on: