આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, બોટાદમાં નિર્માણ પામનાર આ ભવન લોકોને ઉપયોગી સાબિત થશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ ભવનનો ઉપયોગ શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો માટે થશે.
સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા
આ ભવનમાં મુખ્ય બિલ્ડિંગ, કંપાઉન્ડ વોલ, સંપ, બોર - સબમર્સિબલ પંપ, ડ્રેનેજ લાઇન, ગાર્ડન, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. વધુમાં તેઓએ સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડિયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ ડો. આંબેડકર ભવન બનાવવાનો સંકલ્પ વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી તથા પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
ત્યારબાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું
જેના અનુસંધાને બોટાદ જિલ્લામાં આગામી સમયમાં ભવન નિર્માણ પામશે જે સમાજને ઉપયોગી થશે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અગ્રણી પાલજીભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન બારૈયા, એ.પી.એમ.સી.ના ચેરમેન મનહર માતરિયા અને સુભાષ હુંબલ, અગ્રણીઓ સર્વે વિરેન્દ્રભાઈ ખાચર, ધર્મિષ્ઠાબેન, મયુરભાઈ પટેલ, સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Chotilaમાં સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન નાયબ કલેકટરે કર્યુ કાયમી રદ, જુઓ Video