ગુજરાતના દાહોદ જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ પ્રકરણ લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો છે. એક મહિલાની કરપીણ હત્યા અને ત્યારબાદ તેના જ પ્રેમીએ કરેલા આપઘાતના બનાવથી સમગ્ર પંથકમાં ભય અને સનસનાટીનો માહોલ ફેલાયો છે.


મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી

મળતી માહિતી પ્રમાણે દાહોદના એક વિસ્તારમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ હત્યા પાછળ મહિલાનો પ્રેમી જ જવાબદાર હોવાની પ્રબળ આશંકા છે. પ્રેમીએ આવેશમાં આવીને મહિલાનું મોત નિપજાવ્યા બાદ, પોતે પણ ગળાફાંસો ખાઈને અથવા અન્ય રીતે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

મૃતદેહને પેનલ ફોરોનેસ્ક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

આ કેસ માત્ર હત્યા કે આત્મ હત્યા પૂરતો મર્યાદિત ન રહેતા, તેમાં અનેક ગંભીર પાસાઓ જોડાઇ રહ્યા છે. ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા પોલીસને શંકા છે કે મહિલાના મોત પૂર્વે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોઇ શકે છે. આ શંકાના નિવારણ માટે અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પેનલ ફોરોનેસ્ક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

અલગ-અલગ ટીમો આ કેસની જોડી રહી છે કડીઓ

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો આ કેસની કડીઓ જોડી રહી છે. આસપાસના લોકોના નિવેદનો લેવાની અને ઘટનાસ્થળેથી લોહીવાળા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પેનલ પીએમના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે મહિલા સાથે શારીરિક અડપલાં કે દુષ્કર્મ થયું હતું કે નહીં. હાલમાં આ ડબલ મોતના મામલે પોલીસે અકસ્માતે મોત અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

આ પણ વાંચોઃ Banaskantha : રબારી સમાજે 11 મુદ્દાનું બંધારણ ઘડી કુરિવાજો અને મોંઘાદાટ ખર્ચ પર મૂક્યો પ્રતિબંધ




  • Follow us on: