દાહોદ જિલ્લામાં LCB પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને એક જ દિવસમાં રૂ.2 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ત્રણ અલગ-અલગ ટ્રકમાંથી દારૂનો આ મોટો જથ્થો પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત રૂ.2,02,00,000 થી વધુ આંકવામાં આવી છે. દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂ.2.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
3 જુદીજુદી ટ્રકમાંથી વિદેશી દારુ ઝડપાયો
બૂટલેગરોએ દારૂ છુપાવવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. જેમાં એક કન્ટેનરમાં રમકડાના બોક્સની આડમાં દારૂ છુપાવ્યો હતો. જ્યારે અન્ય બે ટ્રકમાં પશુદાણની આડમાં દારૂ ભરેલો હતો. પોલીસે ત્રણેય ટ્રક ચાલકોની અટકાયત કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.













