દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતની મહિલા સરપંચ રાધીકા નિનામાને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલો શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોની ઉચાપત સાથે સંકળાયેલો છે.


દીવાલ પંચાયતના ચોપડે ચઢાવીને સરકારી નાણાંની ઉચાપત કરી

સરપંચ રાધીકા નિનામાએ SMC દ્વારા બનાવેલી દીવાલ પંચાયતના ચોપડે ચઢાવીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો હતો

સરકારી તિજોરીમાંથી 1.66 લાખ રૂપિયા ઉપાડી લીધા

સરપંચ અને તલાટીએ ભેગા મળીને આ કૌંભાડ આચર્યું હતું અને કામ કર્યા વગર જ સરકારી તિજોરીમાંથી 1.66 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

તલાટી સામે ખાતાકીય તપાસના આદેશ

DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા છે અને તલાટી સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ડીડીઓએ કરાવેલી તપાસમાં કૌંભાડ આચરાયું

ડીડીઓએ કરાવેલી તપાસમાં કૌંભાડ આચરાયું હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેથી પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરાતા ખળભળાટ મચી ગયો છે..


આ પણ વાંચો----     Gujarat Latest News Live : દાહોદમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ રાધીકા નિનામા સસ્પેન્ડ, શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોની ઉચાપત


  • Follow us on: