ભારતીય સેનામાં જોડાવા માગતા યુવાનો માટે અગ્નિવીરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ધાનેરાના યુવાનોને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક સિસ્ટમમાં સુધારો કરવા માગ કરી છે.
અગ્નિ વીરની ભરતીમાં ધાનેરાના યુવાનોને અન્યાય
ભારતીય સેનામાં જોડાવા માગતા બનાસકાંઠાના યુવાનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ જાહેર થયેલી અગ્નીવીરની ભરતીનું ફોર્મ ભરતા બનાસકાંઠાની જગ્યાએ વાવ થરાદ જિલ્લો બતાવે છે. જેથી ઓનલાઈન જિલ્લો સિલેક્ટ કરવામાં યુવાનો અવઢવમાં મુકાયા છે. ફોર્મમાં સરનામું કેવી રીતે ભરવું તેમાં યુવાનોને મુશ્કેલી થઈ રહી છે. જેથી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટરને અગ્નિવીરની ભરતીમાં થઈ રહેલી ઓનલાઈન ત્રુટીને દૂર કરવા રજૂઆત કરી છે. સિસ્ટમમાં તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા માગ કરી છે.













