વલસાડ જિલ્લામાં ધરમપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 15 બિલ વગરના મોબાઈલ ફોન જપ્ત થયા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 3.74 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હજુ ચાલુ છે.


જપ્ત થયેલા માલસામાનની વિગતો

આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન 15 યુનિટ, (અંદાજિત કિંમત 2.74 લાખ )તથા મારૂતિ અલ્ટો કાર મળી કુલ મુદ્દામાલ: 3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

 પૂછપરછ દરમિયાન બંને દ્વારા સંતોષકારક જવાબ ન મળતા, પોલીસે કારની તલાશી લીધી

ધરમપુરના આસુરા ચાર રસ્તા નજીક પોલીસ ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે કલ્પેશ રમેશભાઈ પટેલ (ઉં. 48, વલસાડ છીપવાડ રોડ) અને વિજયભાઈ વસ્તીમલ શાહ (ઉં. 51, પારડી અરીહંત વિલેજ) ની તપાસ કરી હતી,. પૂછપરછ દરમિયાન બંને દ્વારા સંતોષકારક જવાબ ન મળતા, પોલીસે કારની તલાશી લીધી.

કાપડની થેલીમાંથી 15 નવા મોબાઈલ ફોન મળી આવ્યા

કારના ક્લીનર સાઈડમાં રહેલી કાપડની થેલીમાંથી 15 નવા મોબાઈલ ફોન મળી આવ્યા, જેમના કોઈ બિલ કે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હતો. બંને આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 35(1)(ઇ) હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરાઇ છે


આ પણ વાંચો---  Sabarkantha : સિનિયર સિટિઝન સાથે ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે 11.71 લાખની ઠગાઈ કરાનારા 2 ઝડપાયા

  • Follow us on: