દેવભૂમિ દ્વારકામાં તૂટેલા રસ્તાના કારણે એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ તૂટેલા રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા હોવાનો આરોપ સ્થાનિકોએ કર્યો છે. આ સાથે આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે.


ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો

ઘટનાની મળતી વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં ભાડથરથી ગોલણ શેરડી તરફના માર્ગમાં એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો આરોપ સ્થાનિકો લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવશે

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ રોડ તૂટેલો હોવાના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. જે કારણે આ રસ્તો ગોઝારો બન્યો છે. આવામાં જો આ રોડ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: