યાત્રાધામ દ્વારકામાં વિધિવત પૂજા વિધિ કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું


પરંપરાગત રીતે હોળી પ્રગટાવાઇ

હોળીના તહેવારે દ્વારકામાં જગત મંદિર પાસે આજે હોળી પ્રગટાવાઇ હતી. ગાયકવાડી સરકારના શાસન સમયથી આ હોળી પરંપરાગત રીતે પ્રગટાવાય છે

દ્વારકામાં સૌ પ્રથમ સરકારી હોળીને પ્રગટાવવામાં આવે છે

આજે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના પરિવાર દ્વારા હોળી ની વિધીવત પુજા કરવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં સૌ પ્રથમ દ્વારકાની સરકારી હોળીને પ્રગટાવવામાં આવે છે અને સરકારી હોળીને પ્રગટાવ્યા બાદ દ્વારકાની તમામ હોળી પ્રગટાવાય છે.

જગત મંદિર નજીક આ સરકારી હોળીનું આયોજન

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર નજીક આ સરકારી હોળીનું આયોજન કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી જયરાજસિંહ વાળા તેમના પરિવાર સાથે સરકારી હોળીની વિધિવત શાસ્ત્રોત રીતે પૂજા કરી હતી. આ સરકારી હોળીમાં એસપી સાથે દેવભૂ જિલ્લાના ડીવાયએસપી એલસીબી એસઓજી ડિસ્ટાફ તેમજ પોલીસ ટીમ તેના કરવામાં આવી હતી.


આ પણ વાંચો----   Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

  • Follow us on: