ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI)ની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી છે. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં ટીમે જગત મંદિર આસપાસનું સર્વેક્ષણ શરૂ કર્યું છે.
દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ માટે ખોદકામ
માહિતી અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી જૂની દ્વારકાના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ માટે ખોદકામ શરૂ કરવાની તૈયારી કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં મંદિરની આસપાસના વિસ્તારોનું વૈજ્ઞાનીક રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે.













