ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને નવી આગાહી કરી છે. પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોને કારણે હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો અને માનવસર્જિત કારણોની સાથે કુદરતી ફેરફારો પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર કરી રહ્યા છે.


રાજ્યમાં ઠડીનો ચમકારો જોવા મળી રહ્યો છે

એટલાન્ટિકથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીની આ અસરોને કારણે આગામી 18 જાન્યુઆરીની આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 18 જાન્યુઆરીથી લઘુતમ તાપમાનમાં થોડો વધારો થતા આકરી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે.

કુદરતી ફેરફારના કારણે પશ્ચિમી વિક્ષેપ પર અસર

બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: