PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ગાંધીનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. PM આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરની મુલાકાત લેશે, જ્યાં તેઓ મેટ્રો રેલ ફેઝ-2 ની કામગીરી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા નવા 5 સ્ટેશનોનું વિધિવત લોકાર્પણ કરશે. આ નવા સ્ટેશનો શરૂ થવાથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરોને ઝડપી પરિવહનની સુવિધા મળશે.


ગુજરાત પ્રવાસે PM મોદી

PM મોદીના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરના માર્ગો પર PMના સુરક્ષા કાફલાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ડમી કાફલા સાથે સુરક્ષાના તમામ પ્રોટોકોલ તપાસવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેશે. મેટ્રો ફેઝ-2 ની સફળતા બાદ હવે આ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે તેવું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Surat ડ્રગ્સ લેબ કેસમાં નવો વળાંક, તપાસ છોડી દિલ્હી ભાગી ગયેલી સંચાલક ઇશા અરણધણની થશે પૂછપરછ

  • Follow us on: