અમદાવાદ જિલ્લામાં શાળામાં આરોગ્ય તપાસણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કુલ 360 બાળકો નબળા હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગો સાથે નોંધાયા છે.


169 બાળકોમાં વિવિધ બીમારીઓ નોંધાઇ

વર્ષ 2024-25ની તપાસમાં 169 બાળકોમાં વિવિધ બીમારીઓ નોંધાઇ હતી, જ્યારે વર્ષ 2025-26માં આ સંખ્યા 191 સુધી પહોંચી. આ અભ્યાસમાં કાન, નાક, ગળા અને પેટની સમસ્યાઓ પણ નોંધાઇ છે.

ગંભીર સમસ્યાઓ માટે હોસ્પિટલોમાં સારવાર

બિમાર બાળકોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ માટે હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. સરકારી આરોગ્ય વિભાગ દ્વારા આવા બાળકોના નિયમિત મોનિટરિંગ માટે કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો----   Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

  • Follow us on: