અમદાવાદ શહેરમાં RTO કચેરી હાલમાં ભાડાના મકાનમાં કાર્યરત છે. માહિતી અનુસાર, આ કચેરીના ભાડાના ખર્ચ પર ગયા બે વર્ષમાં લગભગ 2.33 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.


 પ્રતિ માસ 12,98,000 રૂપિયા ભાડું

વિગતવાર માહિતી મુજબ, RTO ભાડા પર ચાલતી કચેરી માટે પ્રતિ માસ 12,98,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં કુલ 2,33,64,000 રૂપિયા ભાડાના રૂપે ચુકવ્યા ગયા છે. હાલની RTO ભાડાના મકાનમાં કાર્યરત હોવાથી કર્મચારીઓ અને દૈનિક કામગીરી માટે નિયમિત વ્યવસ્થા જાળવી રહી છે.

નવી RTO કચેરી બનાવવાનો નિર્ણય

જિલ્લા અને રાજ્ય સ્તરે વધતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને નવી RTO કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી RTO માટે વર્ષ 2019માં મંજૂરી આપવામાં આવી હતી અને વર્ષ 2020માં વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો.આગામી સમયમાં નવું મકાન RTO માટે ઉપયોગમાં લેવાશે.


આ પણ વાંચો---      Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે  




  • Follow us on: